ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતા સમયે જે ઉમેદવારો પાસે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ(LC) ઉપલબ્ધ ના હોય તેઓએ LC ની જગ્યાએ જન્મ તારીખનો પુરાવો અપલોડ કરવો.
જે ઉમેદવારો પ્રથમ વર્ષમાં SSC with ITI સાથે પ્રવેશ મેળવવા માંગતા હોય અને જો તે
ઉમેદવારોના ITI ની છેલ્લા વર્ષની માર્કશીટમાં “વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ”
ના માર્ક્સ અલગથી ન આપેલ હોય તો ફોર્મ ભરતી વખતે Workshop Cal Marks માં Theory Max
માં 1 અને Theory Obtained માં 1 લખીને ફોર્મ ભરવું.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશ સમિતિ દ્વારા ઓટીપી ઉમેદવારોના મોબાઇલ નંબર
અને ઈમેલ આઇડી પર મોકલવામાં આવતા હોઈ તેઓએ રજિસ્ટ્રેશન દરમ્યાન યુઝર આઇડી બનાવતી
વખતે પોતાના મોબાઇલ નંબર અને ઈમેલનો ઉપયોગ કરવો અને તે મોબાઇલ અને ઈમેલ આઇડીને
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન એક્ટિવ રાખવા.
ધોરણ 10 પાસ ના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશ અંગેના
ઉમેદવાર દ્વારા કરવામાં આવતા વિવિધ તબક્કાઓ, સરળ સમજૂતી અર્થે અહી દર્શાવવામાં આવે છે
ગણિત/બેઝિક ગણિત/સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના ગુણને મેરીટ બનાવવા માટે
ધ્યાનમાં લેવામાં આવે છે
જે ઉમેદવાર કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તે ઉમેદવારોએ કેટેગરી ને લગતા જરૂરી
દસ્તાવેજો પહેલેથી જ કઢાવી રાખવા.
સમિતિ દ્વારા કરવામાં આવતા વિવિધ માર્ગદર્શક કાર્યક્રમમાં ભાગ લઈને તમારા પ્રશ્નોનું
નિરાકરણ કરી શકાય છે.
ધોરણ 12 સાયન્સમાં નાપાસ ઉમેદવાર ધોરણ 10ના માર્ક્સ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે
અને તેના કોઈ માર્ક્સ મેરીટ માટે કપાતા નથી. ઇજનેર થવાની ઈચ્છા ડીટુડી કરીને પૂર્ણ કરી
શકાય છે.
The Admission Committee for Professional Diploma Courses
ACPC Building 2nd Floor,
L D College of Engineering Campus
Ahmedabad - 380015
Phone 079-26305516 & Fax - 079-26300131
Help Line (24x7) 079-26566000
Email : acpdcinfo[at]gmail[dot]com